*સુરત જિલ્લાના મહુવા તાલુકાના વડવાળા ગામે આયુષ મેળો યોજાયો,,,* *આયુષ મેળામાં ૩૨૫૮ લોકોએ રોગોના નિદાન અને આયુર્વેદિક સારવારનો લાભ લીધો,,,*



-------------------------------------------------------------

*સુરત* :(લોકતક સમાચાર:સુરત પ્રતિનિધી) તા:૩૧,જાનેવારી:મંગળવાર:*સુરત* :-- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ નિયામકશ્રીની કચેરી-ગાંધીનગર અને આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે મહુવા તાલુકાની વલવાડા પ્રાથમિક શાળા ખાતે આયુષ મેળો યોજાયો હતો. 

        આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું કે, માનવ જીવનને સંપૂર્ણ નિરોગી રાખવામાં આર્યુવેદિક દવાઓ આડ અસર વિહોણી અને અસરકારક હોય છે. જે ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા સૌના સુચારૂ સ્વાસ્થ્ય માટે આયુષ મેળા યોજી વિવિધ આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા નિદાન તેમજ સારવાર કરવામાં આવે છે.

      આયુષની વિવિધ પદ્ધતિઓ દ્વારા થતા નિદાન અને સારવાર મેળાનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. જ્યાં ઉપલબ્ધ આયુર્વેદ ઔષધિ, રસોડા અને ઘરઆંગણાની ઔષધિઓનું પ્રદર્શન, ચાર્ટ પ્રદર્શન, વૈદિક ફૂડ, પંચકર્મ, અગ્નિકર્મ, બાળકો માટે સૂવર્ણપ્રાશન, ગર્ભસંસ્કાર તથા અન્ય આયુર્વેદ પદ્ધતિઓનું પ્રદર્શન કરાયું હતું. તેમજ આ મેળામાં શાળાનાં બાળકો દ્વારા આયુષની વિવિધ પદ્ધતિઓની સમજણ આપવામાં આવી હતી. આ સાથે જ કાર્યક્રમમાં યોગ ટ્રેનરો દ્વારા યોગનું નિદર્શન પણ કરવામાં આવ્યું. 

       સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના અધ્યક્ષશ્રી જિનેશભાઈ ભાવસાર, મહુવા તાલુકા પંચાયત પ્રમુખશ્રી હિતેન્દ્રભાઇ પટેલ,  જિ.પં.ના શાસક પક્ષ નેતાશ્રી રાકેશભાઈ પટેલ, મહુવા તાલુકા વિકાસ અધિકારીશ્રી પ્રકાશ માંહલા તથા જિલ્લા-તાલુકા પંચાયત સભ્યો, સરપંચો તથા ઉપસ્થિત રહ્યા હતા.

-૦૦-(સૌ.સુરત માહીતી ખાતુ)

Post a Comment

0 Comments